સુરતનાં ઉધનાનાં ફાયનાન્સર કિશોર ભાજીયાવાળાના દાગીનાની ઓનલાઈન હરાજી થવાની છે. મહત્વનું છે કે તેની આવક કરતાં સંપત્તિ કેસમાં ઇડી અને આઇટીએ કાર્યવાહી કરી હતી. નોટબંધી બાદ પાડવામાં આવેલા દરોડામાં હજાર કરોડની ડિમાન્ડ ઉભી થઇ હતી. ફાયનાન્સરની 71 જેટલી કિંમતી વસ્તુઓની ઓનલાઈન હરાજી કરાશે. ઇન્કમટેક્સ વિભાગ આ હરાજી દ્વારા રૂપિયા સાત કરોડ ઊભા કરવાની તજવીજમાં છે.
કિશોર ભજીયાવાલાનાં સોના ચાંદીનાં દાગીના, લુઝ હીરા અને મોંઘીદાટ ઘડિયાળ તેમજ કિંમતી જવેલરીની ઓનલાઈન હરાજી આજે થશે. સુરત, નવસારી, અમદાવાદ અને વડોદરાનાં 16 વેપારીઓ અને બિલ્ડરો આ હરાજીમાં ભાગ લઇ રહ્યા છે. હરાજી માંથી રૂ. આ હરાજીમાં 7 કરોડ આવક થવાની આઇટી વિભાગ ને આશા છે. જેમાં કેટલાંક જ્વેલર્સ આવશે. હરાજી માટે કુલ આઠ લોટ પાડવામાં આવ્યા છે.
કઇ કઇ છે મહત્વની સંપત્તિ
ગોલ્ડ જ્વેલરી
મંગળસૂત્ર
બ્રેસલેટ
ગોલ્ડ બાર્સ
ડાયમંડ વોચ
લુઝ ડાયમંડ
નેકલેસ
બેન્ગલ્સ
ગોલ્ડ વોચ
ચાવાળાથી બન્યો કરોડોનો આસામી
કહેવાય છે કે એક સમયે ભજીયાવાલા ઉધના રોડ પર ચ્હાની લારી ચલાવતો હતો. ત્યારબાદ તે ફાયનાન્સના ધંધામાં પ્રવેશ્યો હતો. આઇટી ઉપરાંત ઇડીએ પણ જે તે સમયે કેસ દાખલ કર્યો હતો. આ મિલકતો તેને તેના પરિવારના સભ્યોના નામે જ છે. મિલકતોની સાથે સાથે તેઓની મહિનાની આવક પણ ચોકાનારી હતી.

