એટીએમમાંથી પૈસા કાઢવા પર લાગતો ચાર્જ ખતમ કરાશે?

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

રિઝર્વ બેન્ક એટીએમમાંથી પૈસા કાઢવા માટે થતા ચાર્જને લઈને મોટો નિર્ણય લે તેવી સંભાવના છે. જેના ભાગરૂપે એટીએમ ચાર્જને જ ખતમ કરી દેવામાં આવે તેવી પણ શક્યતાઓ છે. હાલમાં અન્ય બેંકના એટીએમમાં અમુકથી વધારે ટ્રાન્ઝેક્શન કરવા પર અલગ અલગ ચાર્જ બેંકો લગાડે છે. આ ચાર્જની સમીક્ષા કરવા માટે RBI દ્વારા આ માટે એક કમિટી બનાવવામાં આવી છે. RBI ગર્વનર શશિકાંત દાસે કહ્યુ હતુ કે, એટીએમ સાથે જોડાયેલી ફી અને ચાર્જને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. એટીએમનો વપરાશ વધી રહયો છે ત્યારે તેમાંથી પૈસા કાઢવા પર ભરવા પડતા ચાર્જને ખતમ કરવાની પણ વાત છે ત્યારે આ તમામ મુદ્દાઓ પર એક કમિટિ બનાવાશે. જેમાં ઈન્ડિયન બેન્ક એસોસિએશનના સીઈઓ ચેરમેન હશે. જે એટીએમ ચાર્જને લગતી તમામ બાબતોની છણાવટ કરીને રિઝર્વ બેન્કને રિપોર્ટ સોંપશે. કમિટી દ્વારા બે મહિના બાદ આરબીઆઈને સૂચનો આપવામાં આવશે. કમિટી બહુ જલ્દી પોતાની કામગીરી શરૂ કરી દેશે.