પેસેન્જર ભરેલી જીપ અંબાજી તરફ જઈ રહી હતી ત્યારે અચાનક જીપની બ્રેક ફેઈલ થઈ જતા ત્રિશૂળીયા ઘાટ પાસે જીપ પલ્ટી મારી ગઈ. જીપમાં લગભગ 26 જેટલા મુસાફરો સવાર હતા. અંબાજીનો ત્રિશૂળીયો ઘાટ વધુ એક વખત જીવલેણ સાબિત થયો છે. એક પેસેન્જર ભરેલી જીપ પલટી જતાં નવ લોકોના મોત નીપજ્યા છે. 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે 17 જેટલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેમને મહેસાણા અને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પેસેન્જર ભરેલી જીપ અંબાજી તરફ જઈ રહી હતી ત્યારે અચાનક જીપની બ્રેક ફેઈલ થઈ જતા ત્રિશૂળીયા ઘાટ પાસે જીપ પલ્ટી મારી ગઈ હતી. જીપમાં લગભગ 26 જેટલા મુસાફરો સવાર હતા. જોઓ અંબાજી દર્શન માટે જઈ રહ્યાં હતા.

