જો તમારી પાસે બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય છે, તો પછી વહેલી તકે તે કાર્યને પુરુ કરવામાં આવે. માર્ચમાં હોળીના તહેવાર નજીક બેંક સેવાઓ સતત 6 દિવસ સુધી બંધ રહી શકે છે. વાસ્તવમાં, સંભાવના છે કે હડતાલ અને રજાઓને કારણે 10 માર્ચથી 15 માર્ચ સુધી બેંકોના કામ પ્રભાવિત થશે. તો આ તારીખો ધ્યાનમાં રાખો અને તમારું કામ પહેલા કરો, જેથી પછીથી તમારે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
આ કારણે રહેશે બેંકો બંધ
હોળીના તહેવારને કારણે 10 માર્ચે બેંકો બંધ રહેશે. આ સિવાય બેંક યુનિયનો 11 થી 13 માર્ચ સુધી ત્રણ દિવસની હડતાલનું આહ્વાન કરી શકે છે. 14 માર્ચ મહિનાનો બીજો શનિવાર છે અને 15 માર્ચ રવિવારની રજા હશે. 10 માર્ચથી, સતત 6 દિવસ બેંકો બંધ રહેશે, પરંતુ તે પહેલાં 8 માર્ચે રવિવાર છે. એટલે કે માર્ચના બીજા અઠવાડિયામાં, બેંકો ફક્ત એક જ દિવસ એટલે કે 9 માર્ચે જ ખુલશે.
11થી 13 માર્ચ સુધી બેંકમાં હડતાળ
રિપોર્ટ મુજબ, બેંક યુનિયનો 11 થી 13 માર્ચ સુધી ત્રણ દિવસની હડતાળ પર જઈ શકે છે. જણાવી દઈએ કે બેંકના કર્મચારીઓ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ બે દિવસીય હડતાલ પર હતા. તેમનું કહેવું છે કે હજુ સુધી કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવામાં આવી નથી.
જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓના પગાર દર પાંચ વર્ષે રિવાઈઝ કરવામાં આવે છે. છેલ્લે 2012 માં બેંક કર્મચારીઓના પગાર રિવાઈઝ કરવામાં આવ્યો હતો. આ પછી, રિવિઝન 2017 માં બાકી છે. કર્મચારીઓ આ માટે હડતાલ પર છે. આ ઉપરાંત યુનિયનો તરફથી એવી પણ માંગ કરવામાં આવી છે કે બેંક કર્મચારીઓને અઠવાડિયામાં બે દિવસની રજા આપવામાં આવે. બેંક કર્મચારીઓની કેટલીક અન્ય માંગણીઓ પણ છે, જેમ કે બેસિક વેતન સાથે વિશેષ ભથ્થું, કૌટુંબિક પેન્શનમાં સુધારણા, વગેરે.

