મોટેરા સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયાનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રગાન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટેરામાં ઉપસ્થિત જનતાનો આભાર માન્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી જ્યારે મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત એક લાખથી વધારે લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. લાખોની ભીડ જોઈ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ ગદગદિત થઈ ગયા હતા. પીએમ મોદીએ કહ્યું કે, આ ધરતી ગુજરાતની છે પણ આજે સમગ્ર ભારતનો નજારો જોવા મળી રહ્યો છે. પોતાના સ્વાગત ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકા અને ભારતના સંબંધો નવી ઉંચાઈઓ સ્પર્શી રહ્યા છે.

