રૂપાણી મંત્રીમંડળમાં યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જવાહર ચાવડાએ મંત્રી પદના શપથ લીધા

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

આજે ગુજરાતની રાજનીતિમાં ભારે ઉતાર ચઢાવ બાદ રૂપાણી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ થયું થઇ રહ્યું છે. ગાંધીનગરના રાજભવન ખાતે વિજય મૂર્હતમાં આજે ભાજપની શપરવિધી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જવાહર ચાવડાએ મંત્રી પદના શપથ લીધા હતા. આ શપથવિધી કાર્યક્રમમાં વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ હાજર રહ્યા હતા. તમામ 3 મંત્રીઓને રાજ્યપાલે શપથ લેવડાવ્યા હતા. કોંગ્રેસમાંથી આવેલા જવાહર ચાવડાને કેબિનેટમંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. જવાહર ચાવડા પછી રાજ્યપાલ ઓ.પી. કોહલીએ યોગેશ પટેલને મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા. યોગેશ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા હતા. આ સિવાય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ મંત્રી તરીકેના શપથ લીધા હતા.