નીરવ મોદી પછી PNBને 3800 કરોડ રુપિયાનો ચૂનો લગાવતી કંપની

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પંજાબ નેશનલ બેન્કને નીરવ મોદી અને મેહુલ ચોક્સી કૌંભાડ પછી અન્ય એક કૌંભાડમાં 3800 કરોડ રુપિયાનો ચૂનો લાગ્યો છે. શનિવારે બેન્ક દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડે બેન્ક સાથે કરોડો રુપિયાનું કૌંભાડ કર્યું છે.

પીએનબીએ જણાવ્યું કે, આ કૌંભાડની જાણકારી ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા તેમને આપવામાં આવી છે. કંપનીએ બેન્ક દેવામાં કૌંભાડ કરતા અન્ય બેન્કો પાસેથી રુપિયા પડાવવા માટે ખાતામાં ગડબડી કરી હતી. બેન્કે આ મામલાની જાણકારી શેર બજારમાં પણ કરી છે.

પીએનબીએ પોતાની સાથે થયેલા નવા કૌંભાડની સંપૂર્ણ માહિતી પર તૈયાર એક રિપોર્ટ આરબીઆઇને સોંપ્યો છે. જેમાં કૌંભાડની રકમ 3805.15 કરોડ રુપિયા દર્શાવવામાં આવી છે. આ મામલાને એનસીએલટી સમક્ષ પણ રજૂ કરવામાં આવ્યો છે. બેન્ક હાલમાં દેવાની વસૂલાત કરવાના ઉપાયો કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, 2018માં પીએનબી સાથે હીરાના વેપારી નીરવ મોદીએ 13 હજાર કરોડ રુપિયાનું કૌંભાડ કરી દેશવટો લઇ લીધો હતો. જેની પર સીબીઆઇ તપાસ કરી રહી છે.