પીએનબી કૌભાંડનો આરોપી નીરવ મોદી લંડનના વેસ્ટ એન્ડ વિસ્તારમાં રહી રહ્યો છે. તેણે પોતાનો વેશ બદલી લીધો છે અને તે 72 કરોડના અપાર્ટમેન્ટમાં રહી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નીરવ દર મહિને અપાર્ટમેન્ટનું રૂ. 17 હજાર પાઉન્ડ (અંદાજે 15.5 લાખ રૂપિયા) ભાડુ આપે છે. ભારતીય ઓફિસર્સે નીરવના ખાતા ફ્રિજ કરી દીધા છે. ઈન્ટરપોલે તેની ધરપકડ માટે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરી છે. તેમ છતાં નીરવ લંડનમાં બિઝનેસ કરી રહ્યો છે.

