ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા અને ભગવાનની રામની 7 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે. ભગવાન શ્રીરામની આ પ્રતિમા લાકડાની છે અને એના કર્ણાટક શૈલીમાં બનાવવામાં આવી છે. આ પ્રતિમામાં રામ પોતાના એ ધનુષ્ય સાથે દેખાઈ રહ્યાં છે, જેનાથી રામે રાવણનો વધ કર્યો હતો. આ મૂર્તિ હમણાં સુધી બેંગ્લોરના એક મ્યૂઝિયમમાં રાખવામાં આવી હતી. ત્યાંથી એને અયોધ્યામાં લાવવામાં આવી છે, જ્યાં આ પ્રતિમાને મ્યૂઝિયમમાં રાખવામાં આવી છે. ભગવાન શ્રીરામની મૂર્તિના અનાવરણ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, બંધારણના ગ્રંથમાં ભગવાન રામનું ચિત્ર છે, ભગવાન કૃષ્ણની તસવીર મૂળ પુસ્તકમાં છે, પરંતુ 1947 પછી રચાયેલી સરકારોને શું રામ સાથે વાંધો હતો કે એમણે રામ માટે કશુંય કર્યું નથી. યોગીએ વધુમાં કહ્યું કે, ભગવાન રામના નામની રામાયણ સર્ટિક હોય કે દિવાળીના પર્વ નિમિત્તે દીપોત્સવનું આયોજન હોય, આ એક વિચારનો પરિચય છે. આજે દેશ નવી ઊંચાઈએ પહોંચ્યો છે. કારણે અમે આપણા મૂલ્યોને મહત્વ આપ્યું છે. અયોધ્યાની ઓળખ ભગવાન રામથી છે. એટલે અમારી સરકાર આવ્યા બાદ નગરનિગમ બનાવવાની સાથે અયોધ્યા નામકરણ કરવાનું કામ કર્યું છે. યોગીએ ભારપૂર્વક કહ્યું કે, અયોધ્યા શોધ સંસ્થાનમાં રામાયણનું મંચન બંધ કરાવી દેવાયું છે, એ અમે શરુ કરાવ્યું છે. અમારી સરકારે અયોધ્યાની ઓળખ દુનિયામાં પ્રસ્થાપિત કરવાનું કામ કર્યું છે.

