કોરોના વાયરસ (Coronavirus)ની મહામારીને પગલે દેશમાં લૉકડાઉન (Lockdown) ત્રીજી મે સુધી વધારે દેવામાં આવ્યું છે. જે પ્રમાણે બુધવારે કેન્દ્ર સરકાર તરફથી આ અંગેની વિસ્તૃત ગાઇડલાઇન (Guidelines) જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા પ્રમાણે ખાણી-પીણી અને દવા બનાવતી તમામ ઇન્ડસ્ટ્રીઝ ખુલ્લી રહેશે. આ સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં તમામ કારખાના ખોલવાનો આદેશ કરવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા પ્રમાણે મનરેગાના કામોને પણ છૂટ આપવામાં આવી છે. જે અંતર્ગત કહેવામાં આવ્યું છે કે સિંચાઈ અને જળ સંરક્ષણને પ્રાથમિકતા આપવામાં આવે.
નવી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે આ તમામ ગતિવિધિ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશોની પરવાનગી બાદ શરૂ થશે. આ માટે પહેલા સોશિયલ ડિસ્ટન્સિંગના ઉપાયો પણ કરવામાં આવે.