‘ઈન્ડિયન સ્પોર્ટ્સ ઑનર્સ’ની જ્યુરીમાં બિન્દ્રા, ગોપીચંદ, ઉષા

ખેલ-જગત મુખ્ય સમાચાર

ઑલિમ્પિક રમતોત્સવનો ગોલ્ડ મૅડલ જીતનાર ભારતનો પ્રથમ અને એકમાત્ર અભિનવ બિન્દ્રા અને રાષ્ટ્રના બેડ્મિન્ટન કોચ પુલેલા ગોપીચંદનો બીજા ‘ઈન્ડિયન સ્પોર્ટ્સ ઑનર્સ’ (આઈ. એસ. એચ.) માટેની જ્યુરીના સભ્ય તરીકે સમાવેશ કરાયો છે. એવૉર્ડ વિતરણ સમારોહ અહીં 16મી ફેબ્રુઆરીએ યોજાનાર છે. ભારતના ભૂતપૂર્વ હોકી કેપ્ટન સરદાર સિંહ, પીઢ ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ, મહાન એથ્લેટ પી. ટી. ઉષા અને માજી શૂટર અંજલી ભાગવત પસંદગીની પેનલના અન્ય સભ્યો છે. ઈન્ડિયન સ્પોર્ટ્સ ઑનર્સ આર. પી. સંજીવ ગોયન્કા ગ્રુપ અને વિરાટ કોહલી ફાઉન્ડેશનનો સંયુક્ત કાર્યક્રમ છે જેના આખરી વિજેતા નક્કી કરવા 200થી વધુ સ્પોર્ટ્સ પત્રકાર મતદાન કરે છે અને સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઑફ ઈન્ડિયા દ્વારા તેની ટૂંકી યાદી તૈયાર કરવામાં આવે છે.