‘ઓલ ઈંગ્લેન્ડ’ના 18 વર્ષના દુર્ભાગ્યને દૂર કરી શકીયે: ગોપીચંદ

ખેલ-જગત મુખ્ય સમાચાર

ભારત વતી ઓલ ઈંગ્લેન્ડ ચૅમ્પિયનશિપ જીતેલા છેલ્લા ખેલાડી તરીકે રહેતા બેડ્મિન્ટનના મુખ્ય રાષ્ટ્રીય કોચ પુલેલા ગોપીચંદે આશા વ્યક્ત કરી હતી કે પોતે તાલીમ આપી તૈયાર કરેલ ત્રણ શિષ્યમાંની કોઈ એક આ વર્ષે તે સ્પર્ધા જીતી ભારતના 18 વર્ષ લાંબા દુષ્કાળનો અંત લાવશે. ગોપીચંદે સાઈના નેહવાલ, પી. વી. સિંધુ અને કિદામ્બી શ્રીકાંત માટે આશા વ્યક્ત કરી હતી જેઓનો દેખાવ તાજેતરમાં સારો રહ્યો છે અને તેઓ સારા ફોર્મમાં છે. “હું આશા કરું છું કે આપણે આ વેળા ઓલ ઈંગ્લેન્ડ ચૅમ્પિયનશિપમાં સારો દેખાવ કરી શકીશું, એમ ગોપીચંદે આ સમાચાર સંસ્થાને કહ્યું હતું. સાઈનાએ ઈન્ડોનેશિયા માસ્ટર્સ સ્પર્ધા તાજેતરમાં જીતી હતી અને સિંધુએ પણ સારો દેખાવ કર્યો છે. “આપણે ઓલ ઈંગ્લેન્ડ ચૅમ્પિયનશિપ 18 વર્ષથી જીતી શક્યા નથી અને આશા રાખું છું કે આ વેળાની સ્પર્ધા તે દુર્ભાગ્યને દૂર કરશે, એમ તેણે વધુમાં કહ્યું હતું. ગોપીચંદે 2001માં ઓલ ઈંગ્લેન્ડ ચૅમ્પિયનશિપ જીતી હતી અને તેના બે દશકાથી વધુના સમય પૂર્વે પ્રકાશ પદુકોણ 1980માં સિદ્ધિ હાંસલ કરનાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો હતો.