ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવુ કે કેમ તેને લઈને હજી નિર્ણય લેવાનો બાકી છે ત્યારે જ અમેરિકાએ મહત્વનું વલણ અખત્યાર કર્યું છે. અમેરિકાએ પાકિસ્તાનના એ દાવાની હવા કાઢી નાખી છે જેમાં તે દાવો કરી રહ્યું છે કે તેની ધરતી પર આતંકવાદ છે જ નહીં અને હફીઝ સહિદના અનેક આતંકી છે જ નહીં.
અમેરિકાએ સ્પષ્ટ કહ્યું છે કે, પાકિસ્તાને આતંકવાદી જુથોને પોતાની ધરતીનો ઉપયોગ કરતા રોકવા પડશે અને લશ્કર-એ-તોયબાના સર્વેસર્વા હાફિઝ સઈદ સહિત આતંકવાદી ગ્રુપના ટોચના ઓપરેટિવોને સજા આપવી પડશે.
અમેરિકાના વિદેશ મંત્રાલયબા દક્ષિણ અને મધ્ય એશિયાઈ બ્યૂરોના પ્રમુખ એલિસ વેલ્સે પાકિસ્તાનમાં લશ્કર-એ-તોયબા અને જમાન-ઉદ-દાવાના ચાર ટોચના નેતાઓની ધરપકડને આવકારી હતી. પાકિસ્તાનના કાયદા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે જવાબદાર એજન્સિએ ગુરુવારે પ્રતિબંધિત LeT, JuDના ટોચના ચાર આતંકીઓને આતંકવાદને આર્થિક મદદ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. આ ચારેય આતંકીઓની ઓળખ પ્રોફેસર ઝફર ઈકબાલ, યાહયા અઝીઝ, મોહમ્મદ અશરફ તથા અબ્દુલ સલામ તરીકે કરવામાં આવી છે.
એલિસ વેલ્સે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, જેવું વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે, પાકિસ્તાને પોતાના ભવિષ્ય માટે, આતંકી જુથોને પોતાની ધરતીનો ઉપયોગ કરતા રોકવો જ પડશે. તેમણે કહ્યું હતું કે, અમે એ વાતનું સ્વાગત કરીએ છીએ કે, પાકિસ્તાને LeTના ચાર સભ્યોની ધરપકડ કરી છે. LeTના ક્રુર હુમલાના પીડિતોને હક છે કે આ લોકોને LeTના સર્વેસર્વા હાફિઝ સઈદ સાથે મળે.
ગત વર્ષે જ FATFએ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુકી દીધું હતું. હવે આગામી એકાદ-બે દિવસમાં પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મુકવામાં આવે તેવી શક્યતા છે. જેને લઈને પાકિસ્તાનમાં ફફડાટ છે અને તેને તાબડતોબ દેખાડા માટે 4 આતંકીઓની ધરપકડ કરી છે. પરંતુ આ દરમિયાન જ અમેરિકાનું નિવેદન ઘણું મહત્વનું અને એક ચેતવણી સમાન માનવામાં આવે છે.

