તમિલનાડુના ફેમસ મામલ્લપુરમ સમુદ્ર કિનારો અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ઘણા ચર્ચામાં છે. બીચ પર જોગિંગ સાથે પીએમ મોદીની સાફ સફાઈનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જ બીજો એક ફોટો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેને પીએમ મોદીના મામલ્લાપુરમ સમુદ્ર કિનારે કચરો ઉઠાવતા વીડિયો સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. ફોટામાં કેમેરામેનનુ એક ગ્રુપ બીચ પર ફોટોશૂટ કરતુ જોવા મળી રહ્યુ છે.
શું પીએમ મોદીએ ફોટો પડાવવા માટે સાફ કર્યો હતો કચરો?
દાવો
ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ વાયરલ થઈ રહેલા ફોટોને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર અને કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે શેર કર્યો છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર ત્રણ ફોટો શેર કર્યા જેમાંથી બે પીએમ મોદીના છે અને એક ફોટો કેમેરામેન ગ્રુપનો છે. આ ફોટાના કેપ્શનમાં કાર્તિએ ‘જય શ્રીરામ’ લખ્યુ છે. વાયરલ થઈ રહેલા ફોટા દ્વારા એવુ કહેવાની કોશિશ કરવામાં આવી રહી છે કે, કેમેરામેનનુ આ ગ્રુપ પીએમ મોદી સાથે બીચ પર હાજર હતુ અને ફોટો પડાવવા માટે પીએમ મોદીએ સમુદ્ર કિનારે કચરો ઉપાડ્યો.
કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરના ટ્વીટથી શેર કરવામાં આવેલા ફોટોને અત્યાર સુધી 2,300 યુઝર્સે લાઈક કરી છે અને 800 વાર રીટ્વીટ કરવામાં આવી છે. કાર્તિના ફોટાથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેમેરામેનનુ આ ગ્રુપ પીએમ મોદીની ટીમમાં શામેલ છે અને તેમને સમુદ્ર તટ પર સાફ સફાઈના કાર્યક્રમને શૂટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર છે જે આઈએનએક્સ મીડિયા કેસમાં તિહાર જેલમાં બંધ છે.
શું પીએમ મોદીએ ફોટો પડાવવા માટે સાફ કર્યો હતો કચરો?
સત્ય
ઈન્ડિયા ટુડેની એન્ટી ફેક ન્યૂઝ ટીમે જ્યારે કાર્તિના ટ્વીટની તપાસ કરી તો તેમના પોસ્ટને ભ્રામક માન્યુ. વાયરલ થઈ રહેલા ફોટામાં કેમેરામેન અને પીએમ મોદીના બીચ પર સાફ સફાઈનો પરસ્પર કોઈ સંબંધ નથી. કેમેરામેન ગ્રુપનો આ ફોટો 14 વર્ષ જૂનો છે અને તે સ્કૉટલેન્ડના બેસ્ટ સેંડ બીચ પર એક ટીવી પ્રોડક્શન ક્રૂની ટીમ છે. પહેલી નજરમાં જોતા માલુમ પડે છે કે કેમેરામેનની ટીમ વિદેશી છે. કાર્તિના ટ્વીટ પર પણ અમુક યુઝર્સે આ ફોટોને શેર કર્યો છે જે કોઈ બીજી જ કહાની દર્શાવે છે.
શું પીએમ મોદીએ ફોટો પડાવવા માટે સાફ કર્યો હતો કચરો?
વિદેશી વેબસાઈટ પર મળ્યો વાયરલ ફોટો
વધુ સર્ચ કરવા પર તપાસ ટીમને આ જ ફોટો એક વિદેશી વેબસાઈટ ટાયસ્ક્રીન પર જોવા મળ્યો. આ વેબસાઈટ પર લાગેલો ફોટો એ જ છે જેને કાર્તિએ શેર કર્યો હતો, પરંતુ તેમનો ફોટો ક્રૉપ હતો જેમાં માત્ર કેમેરામેન જ જોવા મળી રહ્યા છે. વેબસાઈટ પર લાગેલા આખા ફોટામાં કેમેરામેન ઉપરાંત તેમની પાછળ જૂની યુરોપીય સંરચનાઓને જોઈ શકાય છે જેમાં બે સ્પિયર્સ અને એક ટૉવર છે. આ બંને જ સ્કૉટલેન્ડમાંસ્થિત સેંટ એન્ડ્ર્યુઝ કેથેડ્રલ અને સેંટ રુલ્સ ટૉવર મુરલી છે જે સહેલાણીઓમાં ઘણુ ફેમસ છે.
શું પીએમ મોદીએ ફોટો પડાવવા માટે સાફ કર્યો હતો કચરો?
નિષ્કર્ષ
ઈન્ડિયા ટુડેની ટીમે પોતાના તપાસમાં આ જ નિષ્કર્ષ મેળવ્યુ કે આ ફોટો મામલ્પપુરમ સમુદ્ર કિનારાનો નથી જેને પીએમ મોદીના સાફ સફાઈના સમયની ગણાવીને શેર કરવામાં આવી રહ્યો છે. ટીમે સ્પષ્ટ કર્યુ કે પીએમ મોદી સાથે કેમેરામેન ક્રૂ હતુ કે નહિ તેની કોઈ માહિતી નથી મળી પરંતુ કાર્તિ ચિદમ્બરમે જે ફોટો શેર કર્યો છે તે ભારતનો નથી. બાદમાં કાર્તિ ચિદમ્બરમે પણ પોતાની ભૂલને સ્વીકારીને એક ટ્વીટમાં કહ્યુ કે તેમણે ખોટો ફોટો પસંદ કરી લીધો હતો.