નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે ન્યૂ ઈન્ડિયાનું બજેટ

મુખ્ય સમાચાર રાજકીય

નોકરી, રોજગાર, કૃષિ, કમજોર ચોમાસું અને બુનિયાદી વિકાસની ચિંતાની વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં જનરલ બજેટ રજૂ કરશે. લોકસભા ચૂંટણીમાં વિશાળ જનાદેશ મેળવ્યા બાદ બનેલ નરેન્દ્ર મોદી સરકાર 2.0નું આ પહેલું બજેટ છે. આ બજેટ સામે પીએ એમ મોદી સામે નરેન્દ્ર મોદીના ન્યૂ ઈન્ડિયાને પૂરું કરવા માટે આકરાં પગલાં ઉઠાવવાનો પડકાર છે. નરેન્દ્ર મોદી સરકારને ઝોલી ભરી-ભરીને વોટ આપ્યા બાદ જનતા-જનાર્દન હવે ધ્યાન લગાવીને બેઠી છે કે નિર્મલાના પિટારામાંથી તેમના માટે શું નીકળે છે? પ્રચંડ તાકાતની સાથે કમબેક કરનાર મોદી સરકાર સમક્ષ આ વખતે પડકાર લાઈન લગાવીને ઉભા છે. નોકરી અને રોજગારના મામલે ફેલ રહેવાનો તગડો આરોપ સહન કરી રહેલ આ સરકારે લાખો જોબ્સ પેદા કરવા માટે અર્થવ્યવસ્થામાં મોટા પાયે રોકાર કરવું પડશે. આના માટે ઈચ્છાશક્તિની સાથોસાથ નાણા પણ જોઈએ. આ રોકાણ ક્યાંથી આવશે તે સકાર માટે એક પડકાર સમાન છે. ખેડૂતોની સમસ્યા માટે અને એજ્યુકેશન ક્ષેત્રે નવી શું જાહેરાત થઈ શકે છે તે અંગે લોકો આંખ લગાવીને બેઠા છે.