એનસીપી પ્રમુખ શરદ પવારે પીએમ મોદી પર પલટવાર કરતાં કહ્યું કે પીએમ મોદીને કેમ ખબર કે પરિવાર કેમ ચાલે છે, આથી તેઓ બીજાના ઘરમાં ઝાંખે છે. હું આનાથી પણ વધારે કહી શકું છું પરંતુ એટલી હદે નીચા સ્તરે જવાની મારી આદત નથી.
શરદ પવારે વધુમાં કહ્યું કે મોદીજી કહે છે કે પવાર સારા માણ છે, પરંતુ તેમની પાસે પારિવારીદ મુદ્દો છે. તેમના ભત્રિજો કહ્યાંમાં નથી. હું તેમને પુછવા માગું છું કે મારા ઘરના મુદ્દા સાથે તેમને શું લેવા દેવા છે ? પરંતુ પછી મને અનુભવ થયો કે મારી પત્ની છે, પુત્રી છે, જમાઇ છે, ભત્રિજા આવતા-જતા રહે છે, પરંતુ તેમની પાસે કોઇ નથી.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી મહારાષ્ટ્રની પોતાની ચૂંટણી રેલીમાં પવાર પરિવારનો ઉલ્લેખ કરતાં વંશવાદી રાજનીતિ પર નિશાન સાધ્યું હતું. પવાર થોડા સમય પહેલા પણ પીએમ મોદી પર પ્રહાર કરી ચૂક્યા છે. થોડા સમય પહેલા જ પવારે કહ્યું હતું કે પીએમ એકલા રહે છે અને ઘરને કેમ ચલાવી શકાય તે વાતની જાણ તેઓને નથી.
બીડ જિલ્લામાં એક જનસભાને સંબોધિત કરતાં પવારે કહ્યું કે પીએમ છેલ્લા કેટલાક દિવસથી મારા પરિવાર અને મારા પર નિશાન સાધી રહ્યાં છે પરંતુ પરિવાર કેવી રીતે ચલાવવો એ વાતની જાણકારી તેઓને નથી. આથી સારુ થશે કે તેઓ પરિવારના મામલાથી પોતાની જાતને અલગ રાખે. પીએમ મોદીએ દુષ્કાળ, ખેડૂતો તથા બેરોજગારી પર વાત કરવી જોઇએ. પવારે ચૂંટણી રેલીમાં બાલાકોટ એર સ્ટ્રાઇકનો હવાલો આપી પીએમ મોદીની આલોચના કરી હતી.