અલાહાબાદ યુનિ.ની હોસ્ટેલમાં મોટા જથ્થામાં બોમ્બ બનાવવાનો સામાન જપ્ત, 58 રૂમ સીલ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઉત્તર પ્રદેશના અલાહાબાદ યુનિવર્સિટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે બોમ્બ અને તેને બનાવવાની સામગ્રી જપ્ત કરી હતી. પોલીસ દરોડામાં 58 રૂમને સીલ કરી દેવામાં આવ્યા છે તથા અનેક ગાડી જપ્ત કરવામાં આવી છે. પોલીસ કાર્યવાહી દરમિયાન હોસ્ટેલમાં વિદ્યાર્થીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો યુનિવર્સિટીમાં વર્ષોથી ગેરકાયદેસર રીતે રહેતા વિદ્યાર્થીઓને પણ ઝડપ્યા હતા અને તેઓને હોસ્ટેલમાંથી હાંકી કાઢ્યા હતા.

પોલીસે હોસ્ટેલને ખાલી કરાવવા માટે પેરામિલિટરી દળની મદદ લીધી હતી અને મોટા પ્રમાણમાં પોલીસ ફોર્સ પણ સાથે હતી. હાલ પોલીસે બોમ્બ બનાવવાની સામાગ્રી ક્યાંથી આવી અને મુખ્ય આરોપીને શોધવાની કાર્યવાહી ચાલું કરી છે.