આકાશમાં તમે હેલિકોપ્ટર અને એરોપ્લેન ઉડતા જોયા હશે; પરંતુ શું તમે ક્યારેય કોઈ ટેક્ષીને ઉડતા જોઈ છે ? આ વાત તમને મજાક લાગી રહી હશે, પણ બહુ જલદી આ હકીકતમાં થનાર છે. આવો આવી અજબ-ગજબ ઉડનારી કારો વિશે જાણીએ.
તમને ‘ટારઝન ધ વંડર કાર’ ફિલ્મ તો યાદ હશે. આ ફિલ્મમાં એક આવી કારને બતાવવામાં આવી છે, જે જમીન પર ચાલવાની સાથે સાથે પાણીમાં પણ તરતી હતી અને હવામાં પણ ઉડતી હતી. આ સિવાય ઘણી બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મોમાં તમને કાર-બાઈક અથવા અન્ય ગાડીઓને હવામાં ઉડતી જોઈ હશે. આ તો થઈ ફિલ્મોની વાત. તમને ખબર છે, હકીકતમાં પણ આ સંભવ થઈ શક્યું છે. વિશ્વમાં ઘણી આવી કારો બની રહી છે જે હવામાં ઊડી શકે છે. ચાલો જાણીએ કેટલીક આવી જ કારો વિશે.
કિટટી હોક ફલાયર
કેલિફોર્નિયાની એક સ્ટાર્ટઅપ કંપની કિટટી હોકને ગત દિવસો એક સીટવાળી ફલાઈંગ કારનો વીડિયો અપલોડ કરીને સોશ્યલ મીડિયામાં સનસની મચાવી દીધી હતી. આ કારની સૌથી મોટી ખાસિયત એ છે કે તે હવામાં તો ઊંડે જ છે, પાણીમાં પણ ચાલી શકે છે.
પોપ અપ
ફ્રાંસની એક એવરક્રાફ્ટ કંપનીએ આ કારને બનાવી છે. માર્ચ મહિનામાં જીનિવા મોટર શોમાં આનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ જમીન પર દોડવાની સાથે સાથે હવામાં પણ ઊડી શકે છે. તમે આની બનાવટ જોઈને દંગ રહી જશો. આ બિલકુલ કોઈ ઉડનતસ્તરી જેવી દેખાય છે. આની સૌથી મોટી ખાસિયત એ છે કે આ બેટરીથી ચાલનારી કાર છે. જમીન પર ચાલતા-ચાલતા જ્યારે કોઈ હૈવી ટ્રાફિકજામમાં જો કોઈ ફસાઈ ગયું તો આને હવામાં ઉડાવીને તે જામથી બહાર નીકળીને બહુ જલદી પોતાની નિયત જગા પર પહોંચી શકે છે.
ટ્રાફિકજામ પૂરી દુનિયા માટે ગંભીર પરેશાનીનું કારણ બની ગઈ છે. મેટ્રો ટ્રેન અને મોનો રેલે આ સમસ્યાને કેટલીક હદ સુધી ઓછી કરી છે. પરંતુ આમ છતાં સડકો પર અત્યારે પણ જામનો જામ દરેક દેશે સહન કરવો જ પડે છે, જામની આ સમસ્યાથી બચવા માટે દુબઈએ ડ્રોન ટેક્ષી ચલાવવાનો નિર્ણય કર્યો છે. દુબઈ દુનિયાનો પહેલો એવો દેશ બનવા જઈ રહ્યો છે, જ્યાં ડ્રોન ટેક્ષી ચાલશે. આ એક એવી ટેક્ષી છે, જે આકાશમાં ઉડશે અને લોકોને તેની મંજિલ સુધી સકુશળ પહોંચાડશે. નિશ્ચિત રૂપે આ ઉડનારી ટેક્ષીથી ટ્રાફિકજામથી તો છુટકારો મળશે, આમાં સફર કરવી પણ ઘણી રોમાંચક હશે. આ રોમાંચક ટેક્ષીની સફર વિશે તમને આ જાણીને ઘણી નવાઈ થશે કે આને ચલાવવા માટે કોઈ ડ્રાયવરની જરૂરત નથી, આ પૂરી રીતે ઓટોમેટિક સિસ્ટમ પર આધારિત છે. આ ટેક્ષીમાં એવી ટેકનોલોજી લગાવવામાં આવી છે. ટેક્ષીમાં સવાર થઈ જાવ અને સામે લાગેલા ટચ-સ્ક્રીન પર તમારા જવાના સ્થાનને ક્લિક કરવાનું છે. ઓટોમેટિક ડ્રોન ટેક્ષી ૪જી મોબાઈલ ઈન્ટરનેટથી કનેક્ટ થઈને સંચાલિત થશે. મોબાઈલને કનેક્ટ કરવા અને પોતાના ડેસ્ટિનેશનની પસંદગી કર્યા બાદ હવાની તેજ રફતારથી વાત કરતા આ ટેક્ષી થોડીક મિનિટોમાં લોકોને તેની મંજિલ સુધી પહોંચાડી દેશે. દુબઈ સરકાર આમ પણ ઓટોમેટિક ગાડીઓની તરફ ઝડપથી ધ્યાન આપી રહી છે. અહીંની સરકારની યોજના છે કે ર૦૩૦ સુધી દુબઈમાં રપ ટકા ગાડીઓને કોઈ ડ્રાયવર વિના ઓટોમેટિક રીતે ચલાવી શકાય છે.

