કેસર – એલચી લસ્સી – સ્વાસ્થ્ય માટે લાભકારી

આરોગ્ય

સામગ્રી :

ઠંડું દહીં ર કપ
કેસર ચપટીક
મધ ૩ ચમચા
લીલી એલચી ૬ દાણા
કરકરો પાવડર બનાવવા માટે
મિક્સ ડ્રાયફ્રૂટસ ર ચમચા
ઝીણા કાપેલા બદામ-પિસ્તા-સજાવટ માટે

બનાવવાની રીત :
બદામ અને પિસ્તા સિવાય અન્ય તમામ સામગ્રી ગ્રાઈન્ડરમાં નાખીને સારી રીતે મેળવો. લસ્સીનો સ્વાદ ચાખો અને જરૂરત હોવા પર થોડુંક મધ નાખો. કેસર-એલચી લસ્સીને સર્વિંગ ગ્લાસમાં નાખો. પિસ્તા અને બદામથી સજાવો અને સર્વ કરો.