લોકસભા ચૂંટણીને લઇને તમામ પાર્ટી અને નેતા પુરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. એટલું જ નહીં તેઓ મતદાતાઓને મનાવવા માટે વિવિધ વાયદાઓ કરી રહ્યાં છે. દેશમાં એક પાર્ટીના નેતાઓ એવા એવા વાયદા કર્યા કે તમે જાણીને ચોંકી જશો. આ પાર્ટીએ મુસ્લિમોને બકરો ફ્રી આપવાની વાત કરી, તો દારૂની કિંમત અડધી કરી દેવાની વાત કરી. એનાથી પણ વધારે દરેક મહિલાને સોનું આપવાનો સુધીનો વાયદો કરી દીધો.
ઉત્તર પૂર્વ દિલ્હીની સીટ પર સાંઝી વિરાસત પાર્ટીના ઉમ્મેદવાર અમિત શર્મા પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન અનોખા વાયદા કરી રહ્યાં છે. સાંઝી વિરાસત પાર્ટીનું ચૂંટણી નિશાન સફરજન છે અને પાર્ટીનો દાવો છે કે દેશના મોટા ભાગમાં તેમના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં છે.

