કાશ્મીર પર નહેરુની ભૂલ દેશ ભોગવી રહ્યો છે: અમિત શાહ

મુખ્ય સમાચાર રાજકીય

લોકસભામાં અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કાશ્મીર પર જવાહર લાલ નહેરુની ભૂલ દેશ ભોગવી રહ્યો છે. અમિત શાહે કહ્યું કે, દેશના વિભાજન માટે કોંગ્રેસ જવાબદાર છે અને ભાગલા પાડવાની ભૂલ સાગરથી પણ ગહેરી છે. તેમણે કહ્યું કે, તે સમયે યુદ્ધ વિરામનું આહ્વાન કોણે કર્યું? જવાહર લાલ નહેરુ હતા જેણે આ કર્યું અને તે ભાગ(PoK)ને પાકિસ્તાનને આપી દીધું. તમે કહો છો કે અમે લોકોને વિશ્વાસમાં નથી લેતા, પરંતુ નહેરુજીએ તત્કાલિન ગૃહમંત્રીને વિશ્વાસમાં લીધા વિના આવું કર્યું, તેથી મનીષ(તિવારી)જી અમને ઇતિહાસ ના શિખવાડો.

ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે, જમ્મુ કાશ્મીરના લોકો અને ભારતના લોકો વચ્ચે એક ખાઇ ઊભી થઇ કારણ કે પહેલાંથી જ વિશ્વાસ ઊભો કરવાની કોશિશ કરવામાં આવી નહી. જે દેશને તોડવા માંગે છે તેમના મનમાં ડર હોવો જોઇએ. જમ્મુ કાશ્મીરની જનતાના મનના ડર હોવો જોઇએ નહી.

તેમણે કહ્યું કે, 23 જુન 1953ના રોજ શ્યામા પ્રસાદ મુખર્જી જમ્મુ કાશ્મીરના બંધારણના પરમિટ પ્રથાના અને દેશમાં બે પ્રધાનમંત્રીનો વિરોધ કરતા જમ્મુ કાશ્મીર ગયા તો તેમની ધરપકડ કરી લેવામાં આવી અને ત્યાં તેમની શંકાસ્પદ મૃત્યું થઇ ગઇ. જેની તપાસ થવી જોઇએ કે નહી, કારણે કે મુખર્જીજી વિપક્ષના નેતા હતા, દેશના અને બંગાળના નેતા હતા. આજે બંગાળ જો દેશનો ભાગ છે તો તેમાં મુખર્જીજીનું ખુબ મોટું યોગદાન છે.