કાશ્મીરના યુવકોને બરબાદ કરતા અલગાવવાદીઓએ સંતાનોને તો કરી દીધા વિદેશમાં સેટલ

મુખ્ય સમાચાર રાજકીય

અમિત શાહની અધ્યક્ષતામાં ગૃહ મંત્રાલયે સામાન્ય કાશ્મીરીઓની સામે અલગાવવાદીઓના સાચા ચહેરાને બેનકાબ કરવાની યોજના બનાવી છે. ખીણમાં શાળાના બાળકો સામે પથ્થરમારો કરવા, આતંકીઓના માર્યા જવા પર શાળાને સળગાવવા અને હડતાળ કરીને સ્કુલ બંધ કરાવનાર અલગાવવાદીઓ ખુદ પોતાના બાળકોને વિદેશમાં ભણાવે છે. આ નેતાઓમાં આશિયા અંદ્રાબીથી લઇને મીરવાઇઝ ઉમર ફારૂક સુધી દરેક શામેલ છે.

  • નિસાર હુશૈન(વહીદત-એ-ઇસ્લામી) – પુત્ર અને પુત્રી ઇરાનમાં રહે છે. દિકરી ઇરાનમાં જ નોકરી કરે છે.
  • બિલાલ લોન – સોથી નાની દિકરી ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરે છે.
  • અશરફ સહરઈ (ચેરમેન, તહેરીક-એ-હુર્રીયત) – બે પુત્રો ખઆલિદ-આબિદ સાઉદી અરબમાં કામ કરે છે.
  • ગુલામ મોહંમદ બટ્ટ (આમિર-એ-જમાત) – પુત્ર સઉદી અરબમાં ડોક્ટર છે.
  • આશિયા અંદ્રાબી (દુખ્તરાન-એ-મિલ્લત) – બન્ને દિકરા વિદેશમાં છે. એક મલેશિયામાં અભ્યાસ કરે છે અને બીજો પુત્ર ઓસ્ટ્રેલિયમાં ભણે છે.

હુર્રિયત નેતાઓ સહિત ખીણના 112 અલગાવવાદીઓ અને તેમની સહાનુભૂતિ રાખનારના ઓછામાં ઓછા 220 બાળકો વિદેશમાં ભણે અથવા રહે છે. કાશ્મીરીઓ સાથે કુરબાનીનું આહ્વાન કરનાર અલગાવવાદીઓની આ સત્યતાથી ખીણના એલિટ ક્લાસ તો સારી રીતે પરિચિત છે. હવે આવુ લાગી રહ્યુ છે કે ગૃહ મંત્રાલય યોજના અનુસાર અલગાવવાદીઓની સત્યતાને બેનકાબ કરનાર તથ્યોને મોટા પાયે ફેલાવવાની તૈયારીમાં છે.

  • મોહમ્મદ શફી રેશી (DPM) – પુત્ર અમેરિકામાં પીએચ.ડી.નો અભ્યાસ કરે છે.
  • અશરફ લાયા (તહેરીક-એ-હુર્રીયત) – દિકરી પાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરે છે.
  • ઝહુર ગિલાની (તહેરીક-એ-હુર્રીયત) (સૈયદ અલી શાહનો જમાઇ) – પુત્ર સાઉદી અરબમાં એરલાઇન્સમાં કામ કરે છે.
  • મીરવાઇઝ ઉમર ફારૂક (હુર્રીયતનાં ચેરમેન) – બહેરન અમેરિકામાં રહે છે.
  • મોહંમદ યુસૂફ મીર (મુસ્લિમ લીગ) – દિકરી પાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરે છે.