હવે કોંગ્રેસના નેતાએ અધિકારી સાથે કરી મારપીટ, એન્જીનિયરને કિચડથી નવડાવ્યો

મુખ્ય સમાચાર રાજકીય

સિંધુદુર્ગના કણકવલી શહેરમાં જવા માટેના પુલના બાંધકામને લીધે ફેલાયેલો કીચડ તથા રસ્તા પર પડેલા ખાડાના મામલે આજે વિધાનસભ્ય નિતેશ રાણેએ ડેપ્યુટી એન્જિનિયર પર કીચડ ભરેલી બાલકી તૂટીને તેમને નવડાવી દીધા એટલું જ નહિ પુલ પર તેને બાંધી દીધો હતો. આ ઘટના બદલ કણકવલી પોલીસે નિતેશ રાણેને તેમના નિવાસસ્થાનેથી પાંચ કલાકમાં ધરપકડ કરી હતી.

ઉશ્કેરાયેલા લોકપ્રતિનિધિના ૪૦ સમર્થકોનો પણ પોલીસે અટકાયત કરી હતી. સિંધુદુર્ગ ખાતે કણકવલી ખાતે મુંબઈ- ગોવા હાઈવેના રસ્તા પર ખૂબજ ખાડા પડી ગયા છે. રસ્તા ચારણી જેવા બની ગયા છે. તેમજ ત્યાં બંધાઈ રહેલા પુલના નિર્માણને લીધે કીચડ ફેલાયો છે. આ મામલે સંબંધિત વિભાગ અધિકારી સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. છતાં તેની તરફ પ્રશાસને દુર્લક્ષ સેવતું હતું. આથી આજે આ હાઈવેના ડેપ્યુટી એન્જિનિયર પ્રકાશ શેડેકરને જવાબદાર ગણાવીને વિધાનસભ્ય નિતેશ રાણેએ આક્રમક રૂપ ધારણ કરીને આ એન્જિનિયર ઉપર બાલદી ભરીને કીચડ નાંખ્યો હતો.