WI VS AFG: વેસ્ટઈન્ડિઝે 23 રનથી અફઘાનિસ્તાનને હરાવ્યું

ખેલ-જગત મુખ્ય સમાચાર

વિન્ડીઝના 311 રનનો પીછો કરવા ઉતરી અફઘાનિસ્તાનની શરૂઆત સારી નહોતી અફધાનિસ્તાન નિર્ધારીત 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 288 રન બનાવી શક્યું હતું. અને મેચની બીજી ઓવરમાં કપ્તાન ગુલાબદિનની વિકેટ ગુમાવી હતી. જ્યારે અફઘાનિસ્તાન તરફથી ઇકરમ અલી ખિલે 86 અને રહમત શાહે 62 રનની ઈનિંગ રમી હતી.

મરણીયો પ્રયાસ કર્યો હતો ટીમને જીત અપાવવાની કોશિશ કરી હતી. પરંતુ અંતે વેસ્ટ ઇન્ડીઝે બાજી મારી લીધી અને આ હાર સાથે, અફઘાનિસ્તાન ટીમ કોઈ પણ મેચ જીત વિના વિશ્વ કપમાંથી બહાર થઈ ગઈ છે. અફઘાનિસ્તાનની તરફથી ઈકરમ અલીએ સૌથી વધુ 83 રન બનાવ્યા હતા જ્યારે કાર્લોસ બ્રેથેવેટે 4 અને કેમર રોચએ વેસ્ટ ઈન્ડિઝ તરફથી ત્રણ વિકેટ લીધી હતી.

વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. જેમાં વેસ્ટ ઈન્ડિઝે 6 વિકેટે 311 રન કર્યા હતા. ફરીથી ટીમના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલે તેની કારકિર્દીની વર્લ્ડકપની આખરી મેચમાં પણ નિરાશ કર્યો હતો. અને ફક્ત મામૂલી 7 રને આઉટ થઈ ગયો હતો. જોકે એ પછી મિડલ ઓર્ડરે બાજી સંભાળી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝના સફળ બેટ્સમેન લેવિસે 57 રન, હોપે 77 રન, હેટમાયર 39 રન, પુરન 57 રન અને હોલ્ડરે 45 રન કર્યા હતા. આખરી ઓવરમાં બ્રેથવેઈટે પણ ચાર બોલમાં 14 રન ફટકાર્યા હતા.

વેસ્ટઈન્ડિઝઃ જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રિસ ગેલ, ઈવિન લેવિસ, શાઈ હોપ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, કાર્લેસ બ્રેથવેટ, ફેબિયન એલન, શેલ્ડન કોટરેલ, ઓશાને થોસમ, કેમાર રોચ

અફઘાનિસ્તાનઃ ગુલબદ્દીન નઇબ (કેપ્ટન), રહમત શાહ, અસગર અફઘાન, મોહમ્મદ નબી, સમિઉલ્લા શિનવારી, નજીબઉલ્લાહ જાદરાન, ઈકરમ અલી ખિલ (વિકેટકીપર), રાશિદ ખાન, દૌલત જાદરાન, સૈયદ શિરઝાદ, મુજીબ ઉર રહમાન