કોરોના વાયરસના સંકટ વચ્ચે ભારતે ગત (usa) અઠવાડિયે અમેરિકાની મદદ કરી હતી. જે મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. ત્યારે આ મામલે કહ્યું હતું કે ભારતની આ મદદ અમને યાદ રહેશે.. ત્યારે (usa) હવે તેની અસર દેખાતી શરૂ થઈ છે. સોમવારે ટ્રમ્પ પ્રશાસને અમેરિકી સંસદને સૂચના આપી કે તે ભારતને 155 મિલિયન ડોલરમાં હારપૂન બ્લોક-2 એયર લોન્ટ મિસાઈલ અને ટોરપીડો આપશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીનો આભાર માન્યો
અમેરિકાના રક્ષા વિભાગ દ્વારા જાણકારી મળી છે કે ભારત સરકારે આ મામલે અપીલ કરી હતી અને અમેરિકાએ તે અપીલ સ્વિકારી લીધી છે. હારપૂન મિસાઈલ સિસ્ટમની મદદથી સમુદ્રી ક્ષેત્રોમાં સુરક્ષા વધી જશે. ભારત આ મિસાઈલનો ઉપયોગ સંકટ સમયે કરી શકશે. સાથેજ અમેરિકા ભારતને સમર્થન પણ આપતું રહેશે.
ભારતને 155 મિલિયન ડોલરમાં હારપૂન બ્લોક-2 એયર લોન્ટ મિસાઈલ અને ટોરપીડો આપશે
હારપૂન મિસાઈલનું નિર્માણ બોઈંગ દ્વારા કરવામાં આવશે. ટોરપીડોને રેથિયોન કંપની દ્વારા આપવામાં આવશે. આ મામલે પેંટાગન તરફથી એવો સંદેશ મળ્યો છે, કે અમેરિકા અને ભારત લાંબા સમયથી સારા મિત્રો રહ્યા છે…અને સુરક્ષાની દ્રષ્ટીએ પણ બંને દેશોની મિત્રતા આગળ વધશે.