વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન નેશનલ ડે પર પાકિસ્તાનના લોકોને અભિનંદન આપ્યા

દેશ-વિદેશ રાજકીય

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો અને ત્યાર બાદ ભારત દ્વારા કરવામાં આવેલી વળતી સૈન્ય કાર્યવાહીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ખુબ જ તણાવ ચાલી રહ્યો છે. ત્યારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન નેશનલ ડે પર પાકિસ્તાનના લોકોને અભિનંદન આપ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતે જ આ વાતની ટ્વિટર મારફતે જાહેરાત કરી હતી.