YSR કોંગ્રેસ નેતા વિવેકાનંદ રેડ્ડીની હત્યાની શંકા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

પૂર્વ મંત્રી અને યુવજન શ્રમિકા રાયથુ કોંગ્રેસ (વાયએસઆરસી)ના અધ્યક્ષ વાયએસ જગમોહન રેડ્ડીના કાકા વાયએસ વિવેકાનંદ રેડ્ડીનું શુક્રવારે આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લામાં તેમના ઘરે કાર્ડિયાક અરેસ્ટથી મોત થઈ ગયુ. વિવેકાનંદ રેડ્ડી (68) શુક્રવારે તેમના ઘરે શંકાસ્પદ સ્થિતિમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના ખાનગી સહાયક કૃષ્ણા રેડ્ડીની ફરિયાદ પર પોલિસે ગુનાહિત પ્રક્રિયા સંહિતાની કલમ 174 હેઠળ અપ્રાકૃતિક મોતનો કેસ દાખલ કર્યો છે અને તપાસ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પૂર્વ સાંસદ બાથરૂમમાં લોહીથી લથપથ મળી આવ્યા. ખાનગી સહાયકે કહ્યુ કે તેમને માથા પર ઈજા થઈ હતી. તેમનુ શબ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યુ છે. વિવેકાનંદ રેડ્ડીના ભત્રીજા અને પૂર્વ સાંસદ વાઈ એસ અવિનાશ રેડ્ડીએ આને અસ્વાભાવિક મોત ગણાવીને તેની વિસ્તૃત તપાસની માંગ કરી છે. અવિનાશ રેડ્ડીએ પુલીવેંદુલામાં કહ્યુ કે તેમના માથા પર ઈજામાં બે નિશાન છે. એક સામે છે અને એક પાછળ. મોતનું કારણ જાણવા માટે વિસ્તૃત તપાસની જરૂર છે. તેમની હત્યાનું ષડયંત્ર હોઈ શકે છે. વળી, વાયએસઆર કોંગ્રેસે આ કેસની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી છે.