પાકિસ્તાનમાં મંગળવારે બપોરે અઢી વાગે આવેલા ભૂકંપના કારણે ભારે નુકસાન થયું હતું. ભૂકંપનું કેન્દ્ર મીરપુર ખાતે આવેલું જાટલન હતું. પાકિસ્તાનમાં ભૂકંપથી અત્યાર 20થી વધુ લોકોનાં મોત થયાં છે. 50થી વધારે લોકો ઘાયલ થયાં હતાં. રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતા નોંધાઈ હતી. જે તસવીરો અત્યાર સુધી સામે આવી છે તેમાં ગાડીઓ ફરી ગઈ છે, રસ્તાઓ ફાટી ગયા છે.
ભૂકંપ બાદ પાકિસ્તાનના મીરપુરમાં ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાનના ઈસ્માલબાદ,પેશાવર,રાવલપિંડી અને લાહોર સહીત અનેક શહેરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ સિવાય મુલતાન, ફૈસલાબાદ, તક્ષશિલામાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, મીરપુરમાં ભૂકંપથી મકાનો ધરાશાયી થઇ ગયા હતા, રસ્તાઓ ફાટી ગયા હતા. ભૂકંપના તેજ ઝાટકણી અસર દિલ્હી-NCR સહીત, ઉત્તર ભારત, હરિયાણા, ઉત્તરપ્રદેશ,પંજાબ, ચંદીગઢ સહીત અનેક વિસ્તારમાં અનુભવાયા હતા. ભારતમાં સૌથી વધારે પ્રભાવ જમ્મુ કાશ્મીરમાં જોવા માટે મળ્યો હતો. રાજૌરી, પૂંછ જિલ્લામાં ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. ભારતમાં અત્યાર સુધી ભૂકંપના કારણે કોઈ જાન-માલને નુકસાન થયું નથી કે કોઈ જાનહાની નોંધાઈ નથી.
પાકિસ્તાનમાં આવેલા ભૂંકપને કારણે પીઓકે સહિત સમગ્ર ઉત્તરભારત હચમચી ગયું છે. ૬.૩ની તીવ્રતાના ભૂકંપથી પાકિસ્તાનમાં ભારે નુકસાન થયું છે. ભૂકંપને પગલે 20નાં મોત થયાં છે અને ૩૦૦થી વધુ લોકોને ઇજા પહોંચી છે. ભૂકંપનો સૌથી વધુ વિનાશક આંચકો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના મીરપુર, જાટલાં અને ઝેલમમાં અનુભવાયો હતો. મીરપુરમાં તો ભૂકંપને કારણે એક ઇમારત પડી ગઇ હતી. ઠેરઠેર રોડ ઉખડી ગયા હતા અને રસ્તામાં ઊંડી તિરાડો સર્જાઈ હતી. ભૂકંપને કારણે લોકોમાં ભારે અફડાતફડી અને ગભરાટનો માહોલ છવાયો છે. ભૂકંપના આંચકા જમ્મુ-કાશ્મીર, ચંડીગઢ, દિલ્હી અને એનસીઆરમાં પણ અનુભવાયા હતા.
મીરપુર, જાટલાં અને ઝેલમ ઉપરાંત ઇસ્લામાબાદ, રાવલપિંડી, મુરી, ઝેલમ, ચારસડ્ડા, સ્વાત, ખૈબર, અબોટાબાદ, બજોર, નવશેરા, મનશેરા, બટ્ટાગ્રામ, તોરગઢ અને કોહીતાનમાં પણ ભૂકંપથી ભારે નુકસાન પહોંચ્યું છે. ભૂકંપનું કેન્દ્ર લાહોરથી આશરે ૧૭૩ કિલોમીટર દૂર મીરપુર હોવાનું જણાવાયું છે. અહીં એક ઇમારત તૂટી જતાં ૫૦થી વધુ લોકોને ઇજા પહોંચી છે અને એક મહિલાનું મોત થયું છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલમાં અનેક સ્થળોએ બચાવ કામગીરી ચાલી રહી છે.

