આર્ટિકલ ૩૭૦ નાબુદ કરવામાં આવી તે બાદ પાકિસ્તાન ભારતને બદનામ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. પાક.ના વડા પ્રધાન ઇમરાન ખાનના ભાષણમાં જોકે સાથે હવે પીઓકેને લઇને પણ ચિંતા જોવા મળી રહી છે.
આ સ્થિતિ વચ્ચે હવે પાકિસ્તાનમાં જ ઇમરાન ખાન વિરૂદ્ધ રાજકીય બળાપો ઠાલવવામાં આવી રહ્યો છે. પાક.ના પૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટોએ ઇમરાન ખાન પર પ્રહારો કર્યા છે. અને કહ્યું છે કે કાશ્મીર તો પાકિસ્તાનના હાથમાંથી ગયું છે હવે તો પીઓકે બચાવવાના પ્રયાસો કરો નહીં તો તેને પણ ભારત લઇ લેશે.
પાકિસ્તાનમાં વિપક્ષ પીપલ્સ પાર્ટીના ચેરમેન બિલાવલે ઇમરાન ખાન પર નિશાન સાધતા કહ્યું કે ઇમરાન ખાનની પાકિસ્તાન સરકાર ઉંઘતી રહી અને કાશ્મીર આપણા હાથમાંથી જતુ રહ્યું. કાશ્મીર પર પહેલા આપણી પોલીસી શું હતું, પહેલા પોલીસી હતી કે કાશ્મીર કેવી રીતે મેળવીશું અને હવે એવી સ્થિતિ છે કે પીઓકેને કેવી રીતે બચાવવું.
હાલ પાકિસ્તાનની વિદેશ નીતિની આ સ્થિતિ થઇ ગઇ છે કે કાશ્મીર લેવા જતા પીઓકે બચાવવામાં પણ ફાફા પડી રહ્યા છે. પાકિસ્તાનમાં વિપક્ષે સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે વિદેશી નીતિ હોય કે આર્થિક નીતિ આ કઠપુતળીની સરકાર દરેક જગ્યાએ નાકામ રહી છે.
ઇમરાન ખાને જ્યારે પાકિસ્તાનમાં વિપક્ષ સાથે લડવાનું હોય છે ત્યારે શેર બની જાય છે અને મોદી વિરૂદ્ધ તો ચૂં પણ નથી કરી શકતા અને બિલ્લી બની જાય છે. બીજી તરફ પાકિસ્તાનમાં વિપક્ષના બળાપા વચ્ચે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને અગાઉ પરમાણુ હુમલાની ધમકી આપી હતી
હવે એવા અહેવાલો છે કે ભારત સાથેનો જે એરસ્પેસ છે તેને હંમેશને માટે બંધ કરવાનો નિર્ણય લઇ શકે છે. આ ઉપરાંત હાલ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેનો જે વ્યાપાર છે તેના માટે હાલ પાકિસ્તાનના માર્ગો પર નિર્ભર પહેવું પડે છે. પાકિસ્તાન હવે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના આ વ્યાપારને અટકાવવાના પ્રયાસો કરવામાં લાગી ગયું છે.
આ માહિતી પાકિસ્તાનના મંત્રી ફવાદ હુસૈને આપી હતી, તેમણે જણાવ્યું હતું કે ઇમરાન ખાને કહ્યું હતું કે મોદીએ શરૂઆત કરી હતી પણ તેનો અંત હું કરીશ. નોંધનીય છે કે આર્ટિકલ ૩૭૦ નાબુદ કરવામાં આવી તે બાદ પહેલી વખત પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને વિપક્ષે ઘેર્યા છે સાથે એ વાતનો સ્વીકાર પણ કરી લીધો છે કે કાશ્મીર ભારતનો જ ભાગ છે અને તે પાકિસ્તાનના હાથમાંથી ગયુ છે.
આગામી દિવસોમાં પાકિસ્તાનમાં કાશ્મીરને ત્યાનો વિપક્ષ ઇમરાન ખાનના વિરોધનો મોટો મુદ્દો પણ બનાવી શકે છે. અગાઉ ઇમરાન ખાને પણ કહ્યું હતું કે અમને ચિંતા છે કે ગમે ત્યારે ભારત હવે પીઓકેને મેળવવાના પ્રયાસો પણ કરી શકે છે.

