કરોડોના બિટકોઇન કેસમાં મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટના સાળી નિશા ગોંડલિયાએ ફરી એક વખત ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. નિશા ગોંડલિયાએ જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ પર તેમને ધમકી આપવાનો ગંભીર આરોપ મુક્યો છે. નિશાએ જણાવ્યું કે જયેશ પટેલના ઇશારે પોલીસ અધિકારીઓ તેણીને ધમકી આપી રહ્યા છે. નિશાએ આક્ષેપ કર્યો કે જયેશ પટેલ સાથે અનેક રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓ સામેલ છે. જો કે નિશાએ આ લોકોના નામ પોલીસ સુરક્ષા મળ્યા બાદ જ જાહેર કરવાનો દાવો કર્યો છે.

