સુરતના (surat) કતારગામ (Katragam) વિસ્તારમાં રહેતી અને ધોરણ 10 અભ્યાસ કરતી વિધાર્થીની (Student) ગેંગરેપ (Gangrape) કરી ને ફોટા વડે બ્લેકમેલ કરતા યુવાનોને ઠપકો આપવા ગયેલ પિતા પુત્ર પર હુમલો કરનાર 6 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે (Police) આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપ સાથે હત્યાના (Murder) પ્રયાસ નો પણ ગુનો (case) દાખલ (Registered) કરીને વધુ તપાસ (Investigation) શરુ કરી છે. વિદ્યાર્થિની સાથે છ મહિના અગાઉ થયેલા ગેંગરેપમાં પોલીસની સંતોષકારક કામગીરી ન હોવાના આક્ષેપ સાથે ગઈકાલે પીડિતાના સમાજના લોકોના ટોળેને ટોળા કતારગામ પોલીસ સ્ટેશને એકઠા થયા હતા. આ કેસમાં પોલીસે 6 ઇસમોની ધરપકડ કરી તેમની સામે ગુનો દાખલ કર્યો છે. બનાવની વિગત એવી છે કે સુરતના કતારગામ વિસ્તારમાં આજથી 3 દિવસ પહેલાં યુવતીને રસ્તે હાથ પકડીને હેરાન કરનાર યુવાનોને ઠપકો આપવા ગયેલા યુવતીના પિતા અને ભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરતા ખબર પડી હતી કે છ મહિના પહેલાં ઘો-10માં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થીની સ્કૂલેથી છૂટીને ઘરે આવતા રસ્તામાં જયેશ ખોખરીયા સહિત 3 નરાધમોએ કારમાં અપહરણ કરી ખેતરમાં બનાવેલા રૂમમાં ગેંગરેપ કર્યો હતો. આ ગેંગરેપ કરનાર મુખ્ય આરોપી જયેશ કતારગામ આંબાતલાડીમાં હરીધામ સોસાયટીમાં રહે છે અને એમ્બ્રોઈડરીના કારખાનામાં નોકરી કરે છે. જયેશ ખોખરીયાની સાથે અન્ય બે મિત્રો પણ આ કૃત્યમાં સામેલ હતા. સગીર વિદ્યાર્થિની પર ગેંગરેપ કરી નરાધમોએ વિદ્યાર્થિનીના મોબાઈલમાં ફોટા પાડી કોઈને જાણ કરશે તો ફોટો વાયરલ કરી મોઢા પર એસિડ ફેંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ છ મહિના પહેલા બન્યો હતો. જયારે 3 દિવસ પહેલા જયેશ ખોખરીયા તેના એક મિત્ર સાથે વિદ્યાર્થિનીનો હાથ પકડી જબરજસ્તી બાઈક પર બેસાડી અપહરણ કરવાની કોશિષ કરતા બૂમાબૂમ કરતા બન્ને રસ્તામાં છોડી ભાગી ગયા હતા.આથી વિદ્યાર્થિનીના પિતા અને ભાઈ આરોપી જયેશ ખોખરીયાને મળવા માટે હાથી મંદિર પાસે 3 દિવસ પહેલાં મોડીરાતે ગયા હતા જયા જયેશ ખોખરીયા, તેનો ભાઈ રાકેશ અને કાકાએ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યા હતો. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી 6 લોકોની ધરપકડ કરી છે. જોકે પોલીસે આ તમામ ગેંગ રેપ અને હુમલો કરનારા આરોપીની ધરપકડ ના સમાચાર મળતા મોડી રાત્રે યુવતીના પરિવારજનો તેમજ સમાજના લોકો મોડી સાંજે પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા.

