ઉત્તરપ્રદેશના લખનૌ સ્થિત રાજભવનને ડાયનામાઈટથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી આપનારા ઉગ્રવાદી સંગઠન TSPCએ લખ્યું છે કે, જો 10 દિવસની અંદર રાજ્યપાલ રાજભવનને છોડીને નહી જાય તો રાજભવન ઉડાવી દેવામાં આવશે. જે બાદ રાજ્યપાલ આનંદીબેન પટેલના અધિક મુખ્ય સચિવે ગૃહ વિભાગને પત્ર મોકલી દીધો છે. પોલીસ આ મામલે એલર્ટ મોડમાં છે. આ પત્ર ઝારખંડના ઉગ્રવાદી સંગઠન TSPC તરફથી મોકલવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, રાજભવન રાજ્યોના રાજ્યપાલોનું સત્તવાર નિવાસસ્થાનને કહે છે. ભારતના દરેક 28 રાજ્યોના પોતાના રાજભવન છે અને તે રાજ્યોની રાજધાનીમાં હોય છે. ઉત્તરપ્રદેશમાં હાલ આનંદીબેન પટેલ રાજ્યપાલ છે. આ પહેલાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતના ફોન પર એક અજાણ્યો કોલ આવ્યો હતો જેમાં હર કી પૌડી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

