બેન્કોની જમા રકમનો વીમો કરાવનારી DICGCએ ન્યૂઝ એજન્સી PTI દ્વારા કરવામાં આવેલી RTIના જવાબમાં કહ્યું, આ બચત, ફિક્સ્ડ ડિપોઝિટ, કરંટ અને રિકરિંગ ડિપોઝિટ ખાતાને કવર કરે છે. જો કોઇ બેન્ક ડુબી જાય છે અથવા દેવાળુ ફુંકે તો તેના ખાતાધારકને વધારેમાં વધારે 1 લાખ રૂપિયા જ મળશે, પછી ભલે ને તેના ખાતામાં લાખો રૂપિયા જ કેમ ના હોય.
DICGC એક્ટ, 1961ની કલમ 16(1)ની જોગવાઇ મુજબ જો કોઇ બેન્ક ડુબે અથવા દેવાળુ ફુંકે તો DICGC દરેક ખાતાધારકને ચુકવી શકે છે, તેની જમા રકમ પર 1 લાખ રૂપિયા સુધીનો વીમો હોય છે. તમારૂ એક જ બેન્કની કેટલીક બ્રાંચમાં ખાતુ છે તો તમામ ખાતામાં જમા રકમના રૂપિયા અને વ્યાજ જોડવામાં આવશે અને માત્ર 1 લાખ સુધીની જમા રકમને જ સુરક્ષિત માનવામાં આવશે. જો તમારી કોઇ એક બેન્કમાં એકથી વધુ એકાઉન્ટ અને FD છે તો પણ બેન્કના ડિફૉલ્ટ થવા અથવા ડુબી ગયા બાદ તમને 1 લાખ રૂપિયા જ મળવાની ગેરંટી છે. આ રકમ કંઇ રીતે મળશે તેની ગાઇડલાઇન્સ DICGC નક્કી કરે છે.
DICGCએ કહ્યું, બેન્કમાં જે પણ પૈસા જમા કરે છે, તેને વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધીનો વીમા કવર મળે છે. તેનો અર્થ એ કે જો કોઇ સંજોગોમાં બેન્ક ફેલ થાય છે, બંધ કરી દેવામાં આવે છે, બેન્કનું લાઇસન્સ રદ થાય છે તેવી સ્થિતિમાં તેને 1 લાખ રૂપિયા કોઇ પણ ભોગે મળશે ભલે બેન્કમાં તમારી કેટલી પણ રકમ જમા કેમ ના હોય.