ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) કાઉન્સિલની 34મી બેઠક મંગળવારે થઈ હતી. આ બેઠકમાં મકાનો પર નવા GST દરને લાગુ કરવાની યોજનાને સ્વીકૃતિ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીએ મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અન્ડર કન્સ્ટ્રક્શન હાઉસિંગ પ્રોપર્ટી પર જીએસટી 5 ટકા ઘટાડવામાં આવ્યો હતો. જે અગાઉ 12 ટકા હતો. આ સિવાય એફોર્ડેબલ હાઉસિંગ પર જીએસટી 8 ટકા હતો. તેમાં 1 ટકા ઘટાડો કરવામાં આવ્યો હતો. નવા દરો લાગુ થયા બાદ ઘર ખરીદવું પહેલાની સરખામણીમાં સસ્તું થશે.

