મુકેશ અંબાણી માત્ર એક મોટા ઉદ્યોગપતિ જ નહિ પરંતુ તે મોટા દિલવાળા મોટા ભાઈ પણ છે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારતના જ નહિ પરંતુ એશિયાના સૌથી મોટા અમીર મુકેશ અંબાણી માત્ર એક મોટા ઉદ્યોગપતિ જ નહિ પરંતુ તે મોટા દિલવાળા મોટા ભાઈ પણ છે. આવુ અમે નહિ પરંતુ તેમના નાના ભાઈ અનિલ અંબાણીનું કહેવુ છે જેમના મુશ્કેલ સમયમાં તેમના મોટા ભાઈ મુકેશે તેમની આર્થિક મદદ કરીને તેમને જેલ જવાથી બચાવ્યા છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી ડેડલાઈનના બરાબર એક દિવસ પહેલા એરિક્સનના 550 કરોડ બાકી રૂપિયા ચૂકવાયા બાદ રિલાયન્સ કમ્યુનિકેશન્સ (Rcom) ના ચેરમેન અનિલ અંબાણીના મોટા ભાઈ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીનો ‘સમય પર મદદ’ કરવા માટે આભાર વ્યક્ત કર્યો છે.