અમેરિકા અને ઈરાનના તણાવ વચ્ચે પીએમ મોદીએ ટ્રમ્પ સાથે કરી વાત, નવા વર્ષથી પાઠવી શુભેચ્છા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકા અને ઈરાનના તણાવ વચ્ચે પીએમ મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન બંનેએ એક બીજાને નવા વર્ષ માટે શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ,તેમના પરિવાર અને અમેરિકાના લોકોને સારા સ્વાસ્થ્ય,સમૃદ્ધિ અને નવા વર્ષમાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) એ આ માહિતી આપી છે. પીએમઓ અનુસાર,આ દરમિયાન પીએમ મોદીએ બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રે ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો હતો.

પીએમઓ અનુસાર યુએસ પ્રમુખ ટ્રમ્પે ભારતના લોકોને નવા વર્ષમાં સમૃદ્ધિ અને પ્રગતિની શુભેચ્છા પાઠવી છે. તેઓએ વર્ષોથી બંને દેશોના સંબંધોની સિધ્ધિઓ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને દ્વિપક્ષીય સહયોગને વધારવા માટે તેમની તત્પરતાને પુનરાવર્તિત કરી હતી.

પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત-અમેરિકાના સંબંધો ખૂબ જ પ્રગતિશીલ છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની પણ ચર્ચા કરી હતી. તેમણે બંને દેશોના સમાન હિતોને આગળ વધારવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે નિકટવર્તી કામ કરવા પર પણ ભાર મૂક્યો હતો.