સુરતમાં એક એવો મામલો સામે આવ્યો છે જે જાણી તમે કહેશો કે દુનિયામાં ઈમાનદારી આજે પણ જીવીત છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં એક સેલ્સમેનને રસ્તા પર પૈસાથી ભરેલું બેગ મળયું. બેગમાં 10 લાખ રૂપિયા હતા. દિલીપ પોદ્દાર નામના શખ્સે બેગના માલિકને રૂપિયા ભરેલી બેગ સહિસલામત પરત કરી. જે બાદ બેગના માલિકે દિલિપની ઈમાનદારીથી પ્રભાવિત થઈ તેને ઈનામમાં 2 લાખ રૂપિયા આપી દીધા.

