પબજી પર પ્રતિબંધ મુકવામાં આવે, સંસદમાં પણ ઉઠી માગ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ટીનએજર્સમાં ભારે ક્રેઝ બની ચુકેલી પબજી ગેમ પર પ્રતિબંધ મુકવાની માંગણી સંસદમાં ગૂંજી ઉઠી હતી.

આજે સંસદમાં કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના કન્યાકુમારીા સાંસદ એચ વસંત કુમારે આ માંગણી મુકીને કહ્યુ હતુ કે, હું સરકારને બ્લુ વ્હેલ અને પબજી જેવી ગેમ પર પ્રતિબંધ મુકવા માટે માંગણી કરુ છું.

સાંસદે કહ્યુ હતુ કે, દુનિયાના ઘણા દેશોમાં આ ગેમ બેન કરી દેવામાં આવી છે. હું સરકારને અપીલ કરુ છું કે આ બાબત પર ધ્યાન આપે. આ ગેમના કારણે બાળકોનુ વલણ આક્રમક બની રહ્યુ છે અને તેમના ભણતર પર પણ અસર થઈ રહી છે. આ પ્રકારની ગેમથી બાળકોને તો કોઈ ફાયદો થઈ રહ્યો જ નથી. તેમના દિમાગ પર અલગ જ પ્રકારનુ પ્રેશર આવી રહ્યુ છે.

તેમણે કહ્યુ હતુ કે, આ પ્રકારની ઓનલાઈન ગેમ બાળકોની માનસિક સ્થિતિ પર અસર પાડે છે. જેનાથી ભવિષ્યમાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જોકે સ્પીકરે તેમને ટોકીને કહ્યુ હતુ કે, હવે આ વાત બે મિનિટમાં પુરી કરો.