માતા -પુત્રના પ્રેમે જીતી લીધા લોકોના દિલ, કોંગ્રેસ સત્યાગ્રહની આ તસ્વીર થઈ વાયરલ

મુખ્ય સમાચાર રાજકીય

દેશમા મોદી સરકાર દ્વારા લાવવામા આવેલા નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દિલ્હીના રાજઘાટ પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત તમામ મોટા નેતાઓએ સત્યાગ્રહ કર્યો હતો. તેમજ બંધારણના રક્ષણનો સંકલ્પ પણ લીધો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સમાધી સ્થળ રાજધાટ પર કોંગ્રેસના સત્યાગ્રહની શરૂઆત વંદેમાતરમથી કરવામાં આવી હતી. જેની બાદ સોનિયા ગાંધી, મનમોહનસિંહ અને રાહુલ ગાંધીએ બંધારણની પ્રસ્તાવના વાંચી. જો કે આ બધા વચ્ચે રાહુલ ગાંધીની એક એવી તસ્વીર સામે જેણે લાખો લોકોના દિલ જીતી લીધા હતા.

વાસ્તવમા દિલ્હીમાં જબરજસ્ત ઠંડી વચ્ચે કોંગ્રેસ નેતા સત્યાગ્રહ કરી રહ્યા હતા. આ વચ્ચે સોનિયા ગાંધીને ઠંડી લાગી રહી હતી અને શાલ ઓઢવાની કોશિષ કરી હતી. પોતાની માતાને કાંપતા જોઈને રાહુલ ગાંધી તરત ઉભા થયા અને માતાને શાલ ઓઢવામા મદદ કરી હતી. માતા પુત્રના આ સુંદર તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને લોકો વધુ પસંદ કરી રહ્યા છે. તેમજ કોંગ્રેસના કાર્યકરો પણ આ તસ્વીરને શેર કરીને લખ્યું છે કે આ અમારી સભ્યતા અને સંસ્કારિતા ત્યારે જ દેશની જનતાના દિલોમાં વસીએ છીએ.

સત્યાગ્રહ સામલે કોંગ્રેસ નેતા અને કાર્યકરોમા જોશ ભરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ દેશની જનતા મોદીના બંધારણ પર આક્રમણ અને ભારત માતાની અવાજ દબાવવા નહીં દે. તેમણે કહ્યું કે દેશનો એક અવાજ હોય છે અને આજે અમે બંધારણની પ્રસ્તાવના વાંચી છે જે હિન્દુસ્તાનની જનતાનો અવાજ છે. આ અવાજએ અંગ્રજોએ ભારતથી ભગાડ્યા હતા. પ્રેમ અને શાંતિથી આ કરવામા આવ્યું. આ જ અવાજે હિન્દુસ્તાનની અર્થ વ્યવસ્થાને ઉભી કરી છે અને કરોડો યુવાઓને રોજગાર આપ્યો છે. આ અવાજ વિના હિન્દુસ્તાન નહીં રહી શકે.