જે.પી.નડ્ડા બન્યા ભાજપના કાર્યકારી અધ્યક્ષ, સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય

મુખ્ય સમાચાર રાજકીય

ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાને બનાવવાનો નિર્ણય લેવાયો છે. બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે, અમિત શાહે પાંચ વર્ષ સુધી પાર્ટી અધ્યક્ષનું દાયિત્વ સફળતાપૂર્વક નિભાવ્યું, હવે તેઓ ગૃહમંત્રી છે તેથી તેમણે અન્ય કોઇને અધ્યક્ષ પદ આપવાનો આગ્રહ કર્યો. સંસદીય બોર્ડે જે.પી.નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાનું નક્કી કર્યું છે. ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં જગત પ્રકાશ નડ્ડાને ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે.પી. નડ્ડા મોદી સરકારમાં પૂર્વ આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે. મહારાષ્ટ્ર હરિયાણા તથા ઝારખંડમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સુધી અમિત શાહ ભાજપના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળશે. તે બાદ જે.પી.નડ્ડાને કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવશે.