અંબાજી દર્શન કરી પરત આવતા દર્શનાર્થીઓની ખાનગી બસ ત્રિશુલિયા ઘાટ પાસે પલટી, 21થી વધુ મુસાફરોના મોત

ગુજરાત મુખ્ય સમાચાર

અંબાજી પાસે ત્રિશુલિયા ઘાટ પાસે અંબાજી દર્શન કરી પરત ફરતા દર્શનાર્થીઓની ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસ પલટીને ઊંધી વળી ગઈ હતી. અકસ્માતમાં 21થી વધારે લોકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ તમામ મુસાફરો નડિયાદ, આણંદ અને બોરસદના હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, 65 મુસાફરો ભરેલી આ બસના ડ્રાઇવરે ઘાટ પાસે કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

4 વાગ્યા આસપાસ અકસ્માત
અંબાજીથી દાંતા વચ્ચેના હાઇવે પર ચાર વાગ્યા આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી લકઝરી બસ અંબાજી જતા ત્રિશુલીયા ઘાટ નજીક વળાંક લેતા ખાઇમાં ખાબકી હતી. જેમાં અનેક મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હતા. ઘટનાસ્થળે બચાવ કામગીરીને યુધ્ધના ધોરણે કરાઈ રહી છે. ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, હાઈવે પર લાશો પડી હતી અને વરસાદી માહોલમાં રોડ પર લોહીથી લથપથ હતો.

મોતની ચીચીયારીઓ ગુંજી
ત્રિશુલિયા ઘાટ પાસે ખાનગી બસ પલટી મારતાં ઘટનાસ્થળે જ 10થી વધારે લોકોના મોત થયા હતા. અકસ્માતને પગલે મુસાફરોની ચીચીયારીઓ ગુંજી હતી. હાઈવે પર દોડધામ મચી હતી. ઘટનાને પગલે દાંતા પોલીસે રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી. જ્યારે બસમાં ફસાયેલાઓને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ રહી છે. ઘટનાસ્થળે 108 સહિતની એમ્યુલન્સનો કાફલો દોડી ગયો હતો.
બસ પલટાઇ જ 15થી વધુ ઇજાગ્રસ્તોને 108 મારફત તાત્કાલિક સારવારાર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાઇવે પર અકસ્માતને પગલે ગમગીનીભર્યા દ્રશ્યો સર્જાયો હતો. તાજેતરમાં અહીં અકસ્માતમાં બનાસકાંઠા જિલ્લામાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા