ઑફર / રેલ્વેની મસ્ત ઓફર: આ સુપર ફાસ્ટ ટ્રેનોના ભાડામાં ઘટાડો જાણીને ખુશ થઈ જશો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારતીય રેલ્વે આ ટ્રેનોમાં 25% ભાડું ઓછુ કરવાની યોજના મહિનાના અંત સુધી લાગુ કરવાની જાહેરાત કરી છે.

વાસ્તવમાં રેલ્વેએ રોડવેઝ અને સસ્તી એરલાઇન્સ મળી રહેલી સ્પર્ધાને કારણે આ નિર્ણય કર્યો છે. આ ટ્રેનોમાં ભાડું વધારે હોવાને કારણે યાત્રીઓ મુસાફરી કરતા અચકાય છે. રેલ્વેએ માત્ર એક જ હેતુથી આ યોજના શરૂ કરવાની તૈયારીમાં છે કે, જે સીટે ખાલી રહે છે, તે ભરાઇ જાય. જોકે કયા રૂટ પર તેણે લાગૂ કરવામાં આવશે તે અંગેનો નિર્ણય રેલ્વે ઝોનના મુખ્ય કમર્શિયલ મેનેજર કરશે.

રેલવેએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે, ગત વર્ષે જે ટ્રેનોમાં માસિક 50%થી ઓછી સીટો બુક થઈ છે તેમાં જ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. રેલ્વેના અધિકારી અનુસાર, જે ટ્રેનોમાં અડધી સીટ ખાલી રહે છે તેમાં રેલવેએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે, ગત વર્ષે જે ટ્રેનોમાં માસિક 50%થી ઓછી સીટો બુક થઈ છે તેમાં જ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

3 ટ્રેનોમાં પહેલાથી જ મળી રહ્યુ છે ડિસ્કાઉન્ટ:

રેલવે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, સીટોનું બુકિંગ અને રેવેન્યૂ વધારવા માટે ડિસ્કાઉન્ટની સ્કીમ લાગુ કરવામાં આવશે. ત્રણ ટ્રેનો- ચેન્નાઈ, સેટ્રલ-મૈસૂર, શતાબ્દી (12007/12008) એક્સપ્રેસ, અમદાવાદ-મુંબઈ સેંટ્ર્લ શતાબ્દી(12010) અને ન્યૂ જલપાઈગુડી- હાવડા શતાબ્દી એક્સપ્રેસ (12042)માં પહેલાથી મળી રહેલી છૂટ આગળ પણ યથાવત રહેશે.

જાણો ટિકિટમાં છૂટ મળનારી તેજસ એક્સપ્રેસ કેવી છે:

પ્લેન જેવી આટલી સુવિધાઓ

ફૂલ ઍર કન્ડિશન્ડ
LCD સ્ક્રીન વિથ હેડફોન્સ
Wi-Fi ફેસેલિટી
મૉડ્યુલર બાયો-ટોયલેટ્સ
મોબાઈલ ચાર્જિગ અને USB પોઈન્ટ્સ
CCTV કેમેરા
ઈલેક્ટ્રોનિક પેસેન્જર રિઝર્વેશન ચાર્ટ
LED લાઈટિંગ