પીલીભીત ચોડીને આ વખતે સુલતાનપુરથી ચૂંટણી લડવા પહોંચેલા કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના વિવાદીત નિવેદનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રજા પાસે વોટ લેવાની પ્રતિક્રિયાને મોનકા ગાંધી સૌદેબાજી કરતી જોવા મળી રહ્યા છે. મેનકા ગાંધી વીડિયોમાં સ્પષ્ટ કહી રહ્યા છે કે, ‘હું જીતી રહી છૂ લોકોની મદદ અને પ્યારના કારણે… પરંતુ મારી જીત મુસલમાનો વગર હશે તો, મને વધારે સારૂ નહીં લાગે, કેમ કે, હું એટલું જણાવી દઉ કે, દિલ ખુબ દુખે છે. પછી જ્યારે કોઈ મુસલમાન આવે છે કામ માટે તો હું વિચારૂ છૂ કે રહેવા જ દઉ, શું ફરક પડે છે? આખરે નોકરી એક સૌદેબાજી જ તો હોય છે. આપણે બધા મહાત્મા ગાંધીની છઠ્ઠી ઓલાદ તો છીએ નહીં કે આફમે બસ આપતા જ જઈએ અને પછી ઈલેક્શનમાં માર ખાતા જઈએ.’ ત્યારબાદ પ્રિયંકાએ પીલીબતની ચર્ચા કરતા કહ્યું કે, તમે ત્યાં પોતાના લોકોને પુછી શકો છો કે, અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો, મને વોટ ન આપતા. જે સભાને મેનકા આ વીડિયોમાં સંબોધી રહ્યા છે તેમાં મોટાભાગના લોકો અલ્પસંખ્યક સમુદાયના જ જોવા મળી રહ્યા હતા. મેનકા એવું પણ કહે છે કે, હું તમારી પાસે દોસ્તીનો હાથ લઈને આવી છુ. પરંતુ, ચૂંટણી પરિણામ સમયે તમારા પોલીંગ બૂથથી અમારા માટે માત્ર 100 કે 500 વોટ નીક્ળ્યા તો, સમજી લેજો પછી.

