ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. સીએમ પર્રિકર સ્વાસ્થ્ય બગડવાના કારણે શનિવારથી જ હોસ્પિટલમાં દાખલ હતા. મનોહર પર્રિકર લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા.
મનોહર પર્રિકરના નિધન બાદ દેશના મહાનુભવોએ શોક વ્યક્ત કર્યો હતો
રાષ્ટ્રએ એક સાચો દેશભક્ત ગુમાવ્યોઃ અમિત શાહ
દેશે સાચો નેતા ગુમાવ્યોઃ લતા મંગેસકર
મનોહર પર્રિકરના નિધનથી દુઃખઃ રાહુલ ગાંધી
રાજનીતિમાં સાદગીનું પ્રતિક હતા પર્રિકરઃ કેજરીવાલ