લાંબા સમયની માંદગી બાદ ગોવાના મુખ્યમંત્રી મનોહરપારિકરનું રવિવારે સાંજે નિધન

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

લાંબા સમયની માંદગી બાદ ગોવાના મુખ્યમંત્રી મનોહરપારિકરનું રવિવારે સાંજે નિધન થયું છે. તબીબોના જણાવ્યા અનુસાર તેમની તબિયત સ્થિર હતી પરંતુ સાંજે મુખ્યમંત્રીની તબીયત નાજુક હોવાની પૃષ્ટી કરાઈ હતી. 63 વર્ષે તેમનું પેનક્રિયાનું કેન્સર હોવાને કારણે તેમનું નિધન થયું. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટર પર પારિકરના નિધન બાદ શ્રદ્ઘાંજલી પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે પારિકરના નિધનના સમાચાર સાંભળી દુઃખ થયું છે. તેમણે લખ્યું હતું કે જેમણે સતત સેવા કરી તેવા વ્યક્તિના નિધનથી દુઃખ અનુભવું છું. ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મનોહર પારિકરને પેન્ક્રિયાના કેન્સરની બિમારીનું નિદાન થયું હતું. ત્યારબાદ તેમને ગોવા, મુંબઈ, ન્યૂયોર્ક સહિત અનેક શહેરોમાં સારવાર આપવામાં આવી હતી.