દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે જો દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તો તે દિલ્લીની અંદર 10 સિંગાપુર બનાવી દેશે. પડપડગંજમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા કેજરીવાલ આગામી લોકસભા ચૂંટણીમાં લોકોનો સાથ માંગ્યો જેથી દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી શકે. તેમણે કહ્યુ કે અમે દિલ્લીમાં 10 સિંગાપુર બનાવી દઈશુ જો દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી ગયો. અમે એ વાત સુનિશ્ચિત કરીશુ કે જે અહીં રહે છે એ દરેકને દિલ્લીમાં ફ્લેટ આપવામાં આવે.
ધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો કરતા કેજરીવાલે કહ્યુ કે જ્યારે પ્રધાનમંત્રી મોદી પાકિસ્તાનને ન સંભાળી શક્યા તો તમે એમની પાસે શું અપેક્ષા કરશો કે તે દિલ્લી પોલિસને સંભાળી શકશે. અમને દિલ્લી પોલિસને સંભાળવા દો અને તમે પાકિસ્તાનને સંભાળો. તમે પાકિસ્તાનને સંભાળી નથી શકતા તો તમારી શું અપેક્ષા રાખી શકાય કે તમે દિલ્લીની પોલિસને સંભાળી શકશો. કેજરીવાલે મોદી સરકાર પર આરોપ લગાવ્યો કે દિલ્લીના વિકાસ કાર્યોમાં કેન્દ્રએ હંમેશા આડખીલી કરી.
પીએમ પર નિશાન સાધતા કેજરીવાલે કહ્યુ કે રાજકીય દુશ્મનીના કારણે પીએમ મોદીએ દિલ્લીની સામાન્ય જનતાના વિકાસ કાર્યોને રોકી દીધા. ગઈ વખતે તમે એમને મત આપ્યા. પરંતુ આ વખતે તેમને મત ના આપો નહિતર તે અમને વિકાસ કાર્યો નહિ કરવા દે. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે દિલ્લી આ વખતે લોકસભા ચૂંટણી પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવા માટે લડી રહ્યુ છે. આ દરમિયાન સિસોદિયાએ પૂર્ણ રાજ્ય બનાવો ઝાડુ બટન દબાવોનો નારો આપ્યો. દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે આપ તમને મત આપવા અપીલ કરી રહ્યુ છે.

