મુંબઈના શિવસેના હેડક્વાર્ટરમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે પાર્ટીના નેતાઓની બેઠક પુરી થઈ ચુકી છે. શિવસેનાએ ફરી એક વખત ભાજપ સાથે સરકાર બનાવવા માટે 50-50ની ફોર્મ્યુલાનો મુદ્દો ઉછાળ્યો છે.
આ વખતે શિવસેનાએ ભાજપ પાસે લેખિત આશ્વાસનની માંગણી કરી છે કે, બંને પક્ષો અઢી-અઢી વર્ષ માટે પોતાના સીએમની નિમણૂંક કરશે.શિવસેનાની ટિકિટ પરથી જીતનારા મુસ્લિમ ધારાસભ્ય અબ્દુલ સત્તારનુ કહેવુ છે કે, આદિત્ય ઠાકરેને સીએમ તરીકે ધારાસભ્યો જોવા માંગે છે.
તેમનો દાવો છે કે, ભાજપ અને શિવસેનાએ જોડાણ વખતે જ આ ફોર્મ્યુલા નક્કી કરી હતી. જે પ્રમાણે પહેલા સીએમ તરીકે શિવસેનાના ઉમેદવાર અને બીજા અઢી વર્ષ માટે ભાજપના સીએમ રહેશે.
અન્ય એક ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે કહ્યુ હતુ કે, તમામ શિવસૈનિક શિવસેનાના જ મુખ્યમંત્રીને જોવા માંગે છે.હવે આ મુદ્દે ઉધ્ધવ ઠાકરેએ નિર્ણય લેવાનો છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં આદિત્ય ઠાકરને સીએમ બનાવવાની માંગ સાથેના પોસ્ટરો પણ લાગવા માંડયા છે.પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે કે, ભાવિ સીએમ આદિત્ય ઠાકરને અભિનંદન

