એનસીપીમાં વિદ્રોહ કરીને ભાજપની સાથે હાથ મિલાવીને અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. અજીત પવારે પોતાનું રાજીનામું દેવેન્દ્ર ફડણવીસને સોંપ્યુ છે. આજે સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ અજીત પવાર એક્ટિવ જોવા મળ્યા હતા અને પવારે એનસીપીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને ગયા હતા અને તેમની સાથે મુલાકાત કરી હતી. 23 નવેમ્બરે વ્હેલી સવારે અજીત પવાર ભાજપને સમર્થન આપીને નાયબ મુખ્યમંત્રી બની ગયા હતા.
જો કે તે બાદ રાજકીય વાતાવરણ ગરમાયું હતું અને શિવસેના, એનસીપી અને કોંગ્રેસ તાત્કાલિક ફ્લોર ટેસ્ટની માગ સાથે સુપ્રીમના દ્વાર ખખડાવ્યા હતા. ત્યારે સુપ્રીમ કોર્ટમાં પણ બે દિવસની દલીલ બાદ આજે ચૂકાદો આપતાં 27 નવેમ્બરે સાંજે 5 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરવાના આદેશ આપ્યા છે. સુપ્રીમના આદેશ બાદ અજીત પવારે શરદ પવાર, સુપ્રિયા સુલે અને એનસીપીના વરિષ્ઠ નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. બેઠકમાં અજીત પવારને પરત પક્ષમાં આવવાનું કહેવામાં આવ્યું હતું. અજીત પવાર દ્વારા અનેક લોકોને મળ્યા બાદ અંતે રાજીનામું આપ્યું છે. અજીત પવારે ફ્લોર ટેસ્ટ થાય તે પહેલાં અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે.