RSSએ સંપર્ક કર્યો હતો, મેં કહ્યું-હવે મોડું થઈ ગયું છે: ઉદ્ધવ ઠાકરે

મુખ્ય સમાચાર રાજકીય
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકિય હિલચાલ વચ્ચે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, RSSએ તેમનો સંપર્ક કર્યો હતો, હવે મોડું થઈ ગયું છે. સુત્રો પ્રમાણે, શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની બેઠકમાં કહ્યું કે, સંઘે તેમનો સંપર્ક કર્યો. ધારાસભ્યો સાથેની બેઠકમાં તેમણે કહ્યું કે, શરદ પવારને અમારી પર વિશ્વાસ છે અને અમને શરદ પવાર પર વિશ્વાસ છે. કોંગ્રેસ અમારી સાથે છે અને અમે ત્રણેય મળીન  આ લડાઈ જીતીશું.
નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં શિવસેના-NCP-કોંગ્રેસની સરકાર રચવાની મથામણ વચ્ચે જ દેવેન્દ્ર ફડનવીસ અને અજિત પવારે શનિવારે સવારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ લીધાં અને આ સાથે જ મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક આવ્યો હતો ત્યારે મહારાષ્ટ્રના આ રાજકિય ધમાસાણ વચ્ચે શિવસેના પ્રમુખે એવો દાવો કર્યો છે કે, સંઘે તેમનો સંપર્ક કર્યો પરંતુ હવે મોડું થઈ ચૂક્યું છે.