વડોદરા શહેરના ગોત્રી સેવાસી રોડ પર આવેલી અર્થ સોમનાથ સોસાયટીમાં બિલ્ડરે ગેસ લાઇન પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. આ ઉપરાંત મેઇન્ટન્સ માટે રહીશોએ આપેલા રૂપિયા પણ બેંક એકાઉન્ટમાંથી ઉઠાવી લીધા હતા. જેને પગલે સ્થાનિક રહીશોએ વડોદરા જિલ્લા કલેક્ટર, વુડાના ટાઉન પ્લાનર અને ગેઇલના અધિકારીઓને નોટીસ આપી હતી. આ ઉપરાંત બિલ્ડર, ડેવલોપર્સ અને જમીન માલિકોને પણ નોટીસ આપી છે. અને ડેવલોપર્સ, જમીન માલિકો અને આર્કિટેક્ટ સામે પોલીસ કમિશનર સમક્ષ પણ ફરિયાદ કરી છે. અને આ મામલે કોઇ કાર્યવાહી નહીં થાય તો રહીશોએ જાગૃત નાગરિક સંસ્થા થકી હાઇકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

